
વરસામેડી અને સીનુગ્રામાં 500 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત, 6.20 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાઈ
કચ્છ જિલ્લા વહીવટીતંત્રે અંજાર તાલુકાના વરસામેડી અને સીનુગ્રા ગામમાં દબાણ વિરોધી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.