
આયોજન
સોમનાથમાં 75મા સ્થાપના દિને મહાદેવની પાલખીયાત્રા ભૂદેવો પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા, સોમપુરા બ્રાહ્મણ સમાજ, ગુજરાત ટુરિઝમ વિભાગનાં સયુંકત ઉપક્રમે આયોજન કરાયું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે સોમનાથ મહાદેવના 75માં સ્થાપના દિવસ નિમિતે સતત ત્રીજા વર્ષે પાલખીયાત્રાનું આયોજન તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો…

ગાંધીનગર સિવિલમાં દુર્ઘટના ટળી
આંખના ઓપરેશન થિયેટરની સીલિંગ તૂટી પડતાં દર્દીઓને પરત મોકલ્યા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટના ટળી ગઈ છે. આંખ વિભાગના ઓપરેશન થિયેટરની સીલિંગ તૂટી પડતાં છ જેટલા ઓપરેશન મુલતવી રાખવા પડ્યા છે.

ગાંધીનગરના વિકાસ માટે સરકારની જાહેરાત
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 171 કરોડના પ્રોજેક્ટને મંજૂરી, 88 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ ગુજરાત સરકારે ગાંધીનગર શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. શહેરી વિકાસ વિભાગે વર્ષ 2025-26 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાને 88 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

કાર્યવાહી
ખેડામાં રોડ સાઇડમાં થયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરાઇ ગેરકાયદે ચાર માળના બિલ્ડીંગનું દબાણ ક્યારે દૂર કરાશે? ખેડામાં છેલ્લા ઘણા સમયથી ખેડા વાત્રક બ્રિજથી રતનપુર શેઢી નદીના બ્રિજ સુધી રોડની બંને બાજુ પર થયેલા 4 જેટલા દબાણો જે સી બીથી દૂર કરી જગ્યા ખુલ્લી કરાઇ છે. ખેડામાં દબાણકારો ને બે મહિના પહેલા માર્ગ મકાન વિભાગ…

મરીડા ગામની દીકરીની સિદ્ધિ
ખુશ્બુ રાઠોડે દરિયાઈ બેક્ટેરિયા પર સંશોધન કરી પીએચડીની પદવી મેળવી નડિયાદ તાલુકાના મરીડા ગામની દીકરી ખુશ્બુ રમણભાઈ રાઠોડે પીએચડીની પદવી મેળવી છે. તેમણે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ)માં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે.

લીઝની લડાઇ
આખરે શહેરની લેન્ડ પોલીસી આવશે ક્યારે?, વર્ષોથી જમીન નીતિ પીએમઓમાં હોવાનો અને બહુ જલદી આવશે તેવો થઈ રહ્યો છે દાવો એક તો જમીન ઓછી, તેમાં પણ બાંધકામ પર મર્યાદા અને તેમાં તમામનું માલિક પોર્ટઃ વિકાસને મંદ પાડતી પરિસ્થિતિ દેશના તમામ મેજર પોર્ટમાં ડીપીએ, કંડલા પોર્ટજ એક એવું અપવાદરૂપ પોર્ટ છે, જે પોર્ટ ચલાવવાની સાથે બે…

અંજાર તાલુકામાં દબાણ વિરોધી કાર્યવાહી
વરસામેડી અને સીનુગ્રામાં 500 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત, 6.20 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાઈ કચ્છ જિલ્લા વહીવટીતંત્રે અંજાર તાલુકાના વરસામેડી અને સીનુગ્રા ગામમાં દબાણ વિરોધી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આણંદમાં દુકાનના કબજા મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ભાડુઆતે નવો ભાડા કરાર નહીં કરાવી નગરપાલિકામાં પોતાના નામે કબજો દાખલ કરાવી દીધો, પાંચ સામે પોલીસ ફરિયાદ આણંદ શહેરના લાંભવેલ રોડ પર રિલાયન્સ મોલની બાજુમાં આવેલી એક દુકાનના કબજા મામલે લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો છે. આ દુકાન સુલોચનાબેન પટેલના નામે હતી, જેમણે 1993માં મનુ પટેલને ભાડે આપી હતી.

સેવા પરમો ધર્મ
માતા ગુમાવનાર નવજાત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી, સાંસદની સહાયથી સારવાર મળતા અંતે નવજીવન ગરીબ પરિવારમાં જન્મેલી બાળકી 22 દિવસની સારવાર બાદ સ્વસ્થ બની આણંદ ખાતે વસતા સરગરા સમાજની એક નવજાત બાળકીની કરુણ કહાની આજે સમગ્ર જિલ્લાના નાગરિકોને હૃદયસ્પર્શી ગઈ છે. હજુ સુધી જેનું નામકરણ થયું નથી એવી આ નવજાત બાળકીને જન્મ આપતી વેળાએ…
- 1
- 2