
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 171 કરોડના પ્રોજેક્ટને મંજૂરી, 88 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
ગુજરાત સરકારે ગાંધીનગર શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. શહેરી વિકાસ વિભાગે વર્ષ 2025-26 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાને 88 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.