
ભાડુઆતે નવો ભાડા કરાર નહીં કરાવી નગરપાલિકામાં પોતાના નામે કબજો દાખલ કરાવી દીધો, પાંચ સામે પોલીસ ફરિયાદ
આણંદ શહેરના લાંભવેલ રોડ પર રિલાયન્સ મોલની બાજુમાં આવેલી એક દુકાનના કબજા મામલે લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો છે. આ દુકાન સુલોચનાબેન પટેલના નામે હતી, જેમણે 1993માં મનુ પટેલને ભાડે આપી હતી.